Movatterモバイル変換


[0]ホーム

URL:


February 17, 2026
કાઠિયાવાડી ખમીર
લોકગીત

મન મોર બની થનગાટ કરે

January 27, 2014
1,134 Views
2 Min Read
Zaverchand Meghani

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે
મોર બની થનગાટ કરે . . .

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાનભરી મારી સીમ ઝૂલે
નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે . . .

નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે
મારા લોચનમાં મદઘેન ભરે
મારી આતમ લે’ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે . . .


ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે . . .

નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નવે પાણી-ઘાટ પરે
એની સુનમાં મીટ મંડાઇ રહી
એની ગાગર નીર તણાઇ રહી
એને ઘર જવા દરકાર નહી
મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે . . .

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે . . .

– ઝવેરચંદ મેઘાણી

    તમારો અભિપ્રાય આપો







    આ પણ વાંચો

    Shindhudo Book by Jhaverchand Meghani

    ‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’ કાયરો એ અહંકાર ધરતા; મર્દ કર્તવ્ય સંગ્રામના જંગમાં લાખ શત્રુને રક્તે નિતરતા. તું રિપુહીન હોવાની શેખી મ કર ! બંધુ ! નિર્વીર્ય એ...

    Traditional Ear Rings

    પચાસ વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં ‘કાળા ખાચર’ નામના એક કાઠી રહેતા હતા. એને લોકો ‘આપા કાળા’ કે ‘કાળા ખુમાણ’ નામથી પણ બોલાવતા. આપા કાળાને ઘેર આંઠ...

    Farmer with his buffellow

    ઘોડાં, ભેસું, ઊંટ, ગાયો એ બધા સોરઠી લોકજીવનમાં એનો સંસ્કારફાળો કેટ્લો ભાતીગળ છે, અને કેટલે રોમાંચક અને સંવેદનકારક હતો, તે વખતે પશુધન કેવળ આર્થિક ધન નહોતું, પણ...

    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    કાઠિયાવાડ ગેલેરી

    Advertisement

    • Advertisement-Support.png

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    [instagram-feed]

    દુઃખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું,સુકાણાં મોલ સૃષ્ટિનાં પછી વૃષ્ટિ થયાથી શું

    — પિંગળશીભાઈ ગઢવી
    error:© Content is protected !! All Rights Reserved by Content Writers and Creators

    [8]ページ先頭

    ©2009-2026 Movatter.jp