^ .eu ડોમેઇન નામ પણ વપરાય છે, જે યુરોપિયન યુનિયનના સભ્યો સાથે ભાગીદારીમાં છે.
સ્વિડન અથવાસ્વીડેન (સ્વીડિશ: Konungariket Sverigeકૂનુઙારીકેત્ સ્વેરિયે)યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે. સ્વિડનની રાજધાની સ્ટૉકહોમ છે. મુખ્ય અને રાજભાષાસ્વીડિશ ભાષા છે. આ એક સંવૈધાનિક અને લોકતાંત્રિક રાજતંત્ર છે. ૪,૫૦,૨૯૫ ચો.કિમીના ક્ષેત્રફળ સાથે તે યુરોપનો ત્રીજો મોટો દેશ છે. જેની વસ્તી લગભગ ૯.૫ કરોડ જેટલી છે. સ્વીડન મા વસ્તીગીચતા ખુબજ ઓછી છે, લગભગ ૨૧ લોકો પ્રતિ ચો.કિ.મી, દેશની મોટા ભાગની વસ્તી લગભગ ૮૫% લોકો દક્ષિણ ભાગમા શહેરોમાં રહે છે. ૧૯મી સદીની શરૂઆતથી જ સ્વીડન શાંતિપ્રિય દેશ રહ્યો છે અને તેણે યુધ્ધો કર્યા નથી.
↑જોકે સ્વીડિશ ભાષા બોલતા લોકોને વ્સતી ગણતરીમાં બહારના હોવા છતાં સ્વિડિશ લોકો તરીકે ગણવામાં આવ્યા છે. વધુમાં સ્વિડનમાં જન્મેલા લોકો પણ સ્વિડિશ વંશના ન હોઇ શકે છે. સ્વિડિશ સરકારે આ આંકડાઓ અધિકૃત રીતે બહાર પાડેલા નથી.