૭ મેનો દિવસગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૮ દિવસ બાકી રહે છે.
- ૫૫૮ –કોન્સ્ટેન્ટીનોપલમાં હેગિયા સોફિયાનો ગુંબજ તેના નિર્માણના વીસ વર્ષ પછી તૂટી પડ્યો.
- ૧૮૯૫ – સેન્ટ પીટર્સબર્ગમાં રશિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર સ્ટેપાનોવિચ પોપોવે રશિયન ફિઝિકલ એન્ડ કેમિકલ સોસાયટીને તેમની શોધ પોપોવ લાઇટનિંગ ડિટેક્ટર - એક આદિમ રેડિયો રિસીવર પ્રદર્શિત કરી. ભૂતપૂર્વ સોવિયેત યુનિયનના કેટલાક ભાગોમાં આ દિવસની વર્ષગાંઠને રેડિયો ડે તરીકે ઉજવવામાં આવે છે.
- ૧૯૪૬ – 'ટોક્યો ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ' (જે પછીથીસોની (જાપાન) (Sony) થી ઓળખાઇ)ની ૨૦ કર્મચારીઓ સાથે સ્થાપના થઇ.
- ૧૯૫૨ –ઇન્ટીગ્રેટેડ સર્કિટ (Integrated circuit)નો વિચાર, તમામ આધુનીકકોમ્પ્યુટરની મુખ્ય જરૂરીયાત, પ્રથમ વખત 'જ્યોફ્રી ડમ્મેરે'(Geoffrey W.A. Dummer) પ્રકાશિત કર્યો.
- ૧૯૯૨ – અવકાશ યાન 'એન્ડોવર'નું પ્રક્ષેપણ કરાયું (STS-49).
- ૨૦૦૦ – વ્લાદિમીર પુતિનરશિયાના રાષ્ટ્રપતિ બન્યા.
- ૨૦૦૭ –મહાન હેરોદ (Herod the Great)ની કબર શોધી કાઢવામાં આવી.