૨૩ મેનો દિવસગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૨ દિવસ બાકી રહે છે.
- ૧૭૮૮ – સાઉથ કેરોલિનાયુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનાર આઠમું અમેરિકન રાજ્ય બન્યું.
- ૧૯૨૯ –મિકિ માઉસ (Mickey Mouse)નું પ્રથમ બોલતું કાર્ટૂન ચલચિત્ર,'ધ કાર્નિવલ કિડ' રજૂ થયું.
- ૧૯૫૧ –તિબેટે ચીન સાથે ‘સત્તર મુદ્દાના કરાર’ પર હસ્તાક્ષર કર્યા.
- ૧૯૯૫ –જાવા પ્રોગ્રામીંગ ભાષાનું પ્રથમ સંસ્કરણ રજુ કરાયું.
- ૨૦૦૮ – આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઇસીજે)ના ચૂકાદાએ મલેશિયા અને સિંગાપોર વચ્ચેના ૨૯ વર્ષના પ્રાદેશિક વિવાદનો અંત આણ્યો.
- ૬૭૫ – પેરુમ્બીદુગુ મુથારૈયાર દ્વિતીય, મુથુરાજા સમુદાયનાતંજાવુરના રાજા.
- ૧૭૦૭ – કાર્લ લિનિયસ, ‘ફાધર ઑફ મોડર્ન ટેક્સોનોમી,વર્ગીકરણ વિજ્ઞાનના પિતા. (અ. ૧૭૭૮)
- ૧૮૪૦ –મનસુખરામ ત્રિપાઠી,ગુજરાતી નિબંધકાર, જીવનચરિત્રકાર અને ચિંતક. (અ. ૧૯૦૭)
- ૧૮૯૧ –સી. કેશવન, ભારતીય રાજકારણી, સામાજિક સુધારક, રાજનેતા અને ત્રાવણકોર-કોચીનના પૂર્વ મુખ્યમંત્રી. (અ. ૧૯૬૯)
- ૧૮૯૯ –લીલાવતી મુનશી,ગુજરાતી સાહિત્યકાર,કનૈયાલાલ મુનશીનાં ધર્મપત્નિ. (અ.૧૯૭૮)
- ૧૯૧૮ –પી. સી. વૈદ્ય, જાણીતા ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્. (અ. ૨૦૧૦)