ઈ.પુર્વે ૧૫૦૦ થી ઈ.સ ૩૦૦ સુધી બેલિઝમાં મય સંસ્ક્રુતીનો વિકાસ થયો હતો જે ઈ.સ ૧૦૦૦ની સાલ સુધી પ્રવર્તમાન હતી. કોલમ્બસના આગમન પછી સ્પેનિશ લોકોએ અહીં પોતાની માલિકીનો દાવો કર્યો હતો પરંતુ કબજો જમાવ્યો ન હતો. ઈ.સ ૧૬૬૮માં બ્રિટિશરોએ અહીં પોતાની વસાહત સ્થાપીને તેને પોતાનુ સંસ્થાન બનાવ્યુ હતુ જે ઇ.સ ૧૮૬૨ માં નામ બદલીને બ્રિટિશ હોન્ડુરાસ રાખ્યુ હતું. ૧૯૭૩થી તેનુ નામ બદલીને બેલિઝ તરીકે ઓળખાય છે. ૨૧મી સપ્ટેમ્બર ૧૯૮૧ ના રોજ બેલિઝે બ્રિટનના આધીપત્યમાંથી મુક્ત થઈને પૂર્ણ સ્વરાજ મેળ્વ્યુ હતું.
બેલિઝની ઉત્તરેમેક્સિકો, પષ્ચિમે અને દક્ષીણે ગ્વાટેમાલા, પૂર્વમાકેરેબિયન સાગર અને અગ્નિ ખુણેહોન્ડુરાસનો અખાત આવેલો છે. તેનો કુલ વિસ્તાર ૨૨,૯૭૦ ચોરસ કિ.મી જેટલો છે. બેલિઝનો ઉત્તર્ ભાગ દરિયાઈ મેદાનો અને દક્ષિણ ભાગ મય પર્વતોનો બનેલો છે. બેલિઝની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની છે પરંતુ દરિયા કિનારાની નજીક હોવાને કારણે તાપમાન ૨૦ ડિગ્રી થી ૨૭ ડિગ્રીની વચ્ચે રહે છે. દેશના ઉત્તર ભાગમાં વાર્ષીક ૧૩૦૦ મિ.મિ અને દક્ષીણ ભાગમા ૪૫૦૦ મિ. મિ જેટલો વરસે છે. વરસોવરસ આવતા હરીકેન પ્રકારના વાવાઝોડા અહીં આર્થીક રીતે ખુબજ નુકશાન કરે છે.
બેલિઝનાં અર્થતંત્રનો મુખ્ય આધાર અન્ય કેરેબિયન દેશોની જેમ પ્રવાસન ઉદ્યોગનો છે. આ ઉપરાંતકેળા,મકાઈ, ફણસ,સંતરા,પપૈયા,ચોખા અનેશેરડીનો પણ પાક લેવાય્ છે. વિશાળ દરિયા કાંઠાને લીધે મત્સ્ય ઉદ્યોગ અને તેના આનુસંગીક ઉદ્યોગોનો પણ વિકાસ થયેલ છે.
દેશની અર્ધા ઉપરાંત વસ્તી સ્પેનિશ મૂળ અને સ્થાનીક મય લોકોના મિશ્રણથી બનેલી મેસ્ટીઝોની છે. આ ઉપરાંત આફ્રિકન અને યુરોપીય મૂળની મિશ્રણએવી ક્રિયોલ લોકોની પણ ઘણી વસ્તી છે.અંગ્રેજી દેશની સત્તાવાર ભાષા છે પણ ક્રિયોલ ભાષાનો ઉપયોગ લોકોમા વધારે પ્રચલીત છે. બેલિઝની મોટા ભાગની પ્રજા રોમન કેથોલીક અને પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓની બનેલી છે.
↑"Income Gini coefficient". United Nations Development Programme.મૂળ માંથી 2 July 2015 પર સંગ્રહિત. મેળવેલ7 July 2019.{{cite news}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)