વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાંસુધારો કરવાની જરુર છે. તેમાંફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો.ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે.
પોલેંડ આધિકારિક રૂપે પોલેંડ ગણરાજ્ય એક મધ્યયુરોપિય રાષ્ટ્ર છે. પોલેંડની પશ્ચિમમાંજર્મની, દક્ષિણમાંચેક ગણરાજ્ય અનેસ્લોવાકિયા, પૂર્વમાંયુક્રેન,બેલારૂસ અનેલિથુઆનિયા તથા ઉત્તરમાંબાલ્ટિક સાગર અનેકાલિનિનગ્રાદ ઓબલાસ્ટ જે કે એક રૂસી એક્સક્લેવ છે દ્વારા ઘેરાયેલ છે. પોલેંડનું કુલ ક્ષેત્રફળ ૩૧૨,૬૭૯ વર્ગ કિ.મિ. (૧૨૦,૭૨૮ વર્ગ માઈલ) છે જેનાથીની આ દુનિયાનો ૬૯મો અને યુરોપનો ૯મો વિશાળતમ રાષ્ટ્ર બની જાય છે. ૩૮.૫ મિલિયનની જનસંખ્યા સાથે આ દુનિયા નો ૩૩મો સૌથી વધુ જનસંખ્યા વાળો દેશ બની જાય છે.
એક રાષ્ટ્રના રૂપે પોલેંડની સ્થાપનાને આના શાસક મિસ્જકો ૧ દ્વારા ૯૬૬ ઇસવી માં ખ્રિસ્તી ધર્મ ને રાષ્ટ્રધર્મ બનાવવા સાથે જોડી જોવાય છે તત્કાલીન સમયમાં પોલેંડનો આકાર વર્તમાન પોલેંડ જેટલો હતો. ૧૦૨૫માં પોલેંડ રાજાઓ ની અધીન આવ્યો અને ૧૫૬૯માં પોલેંડએ લિથુઆનિયાનાગ્રૈંડ ડચિ સાથે મળી પોલિશ-લિથુઆનિયન કામનવેલ્થની સ્થાપના કરતા એક લાંબા સંબંધનો પાયો નાખ્યો. આ કામનવેલ્થ ૧૭૯૫માં તોડી દેવાયો અને પોલેંડને આસ્ટ્રિયા, રશિયા અને પ્રુસિયા વચ્ચે વહેંચી દેવાયો. પોલેંડએ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી ૧૯૧૮માં પોતાની સ્વાધીનતા પુનઃ હાસિલ કરી પણ દ્વિતીય વિશ્વયુદ્ધ ના સમયે ફરી થી પરાધીન થઈ નાઝી જર્મની અને સોવિયત સંઘ ને અધીન ચાલ્યો ગયો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં પોલેંડએ પોતાના ૬૦ લાખ નાગરિકો ખોઈ દીધા. ઘણાં વર્ષ પછી પોલેંડ રશિયાની વગમાં એક સામ્યવાદી ગણરાજ્યના રૂપે ઈસ્ટર્ન બ્લોકમાં ઉભરાયો. ૧૯૮૯માં સામ્યવાદી શાસન નું પતન થયું અને પોલેંડ એક નવા રાષ્ટ્રના રૂપમાં ઉભરાયું જેને સાંવિધાનિક રૂપે "તૃતીય પોલિશ ગણતંત્ર" કહે છે. પોલેંડ એક સ્વયંશાસિત સ્વતંત્ર રાષ્ટ્ર છે જે કે સોળ અલગ અલગ વોઇવોદેશિપ કે રાજ્યો (પોલિશ: વોજેવદ્જ઼્ત્વો) ને મેળવી ગઠિત થયો છે. પોલેંડયુરોપીય સંઘ, નાટો તથા ઓ.ઈ.સિ.ડીનો સદસ્ય રાષ્ટ્ર છે.
પોલેંડનો ભુભાગ વિભિન્ન ભૌગોલિક ક્ષેત્રોંમાં વહેંચાયેલ છે. આની ઉત્તર-પશ્ચિમી ભાગમાં બાલ્ટિક કિનારો અવસ્થિત છે જે પોમેરેનિયા કી ખાડીથી ગ્ડાન્સ્ક ની ખાડી સુધી વિસ્તૃત છે.
પોલેંડની મોટી નદીઓમાં વિસ્તુલા (પોલિશ: ઇસ?અ), ૧,૦૪૭ કિ.મિ (૬૭૮ માઈલ); ઓડેર (પોલિશ: દ્ર) -જે પોલેંડ ની પશ્ચિમી સીમરેખાનો એક ભાગ છે - ૮૫૪ કિ.મી. (૫૩૧ મીલ); આની ઉપનદી, વાર્ટા, ૮૦૮ કિ.મી. (૫૦૨ માઈલ) અને બગ - વિસ્તુલા ની એક ઉપનદી-૭૭૨ કિ.મી. (૪૮૦ મીલ) આદિ પ્રધાન છે. પોમેરાનિયા બીજી નાની નદીઓ ની જેમ વિસ્તુલા અને ઓડેર પણ બાલ્ટિક સમુદ્રમાં પડે છે. જોકે પોલેંડની વધુ પડતી નદીઓ બાલ્ટિક સાગરમાં મળે છે પણ અમુક એક નદીઓ જેમકે ડેન્યુબ આદિ કાળા સમુદ્રને મળે છે.
પોલેંડની નદીઓ ને પૂર્ણ કાળ થી પરિવહન કાર્યમાં ઉપયોગમાં લેવાય છે. દા.ત. વાઈકિંગ લોકો તેમની મશહુર લોંગશિપ માં વિસ્તુલા અને ઓડેર સુધી સફર કરતા હતાં. મધ્ય યુગ અને આધુનિક યુગ ના પ્રારમ્ભિક કાળમાં, જે સમયે પોલેંડ-લિથુઆનિયા યુરોપ ના પ્રમુખ ખાદ્ય ઉત્પાદક હોતાતા, ખાદ્યશસ્ય અને અન્યાન્ય કૃષિજાત દ્ર્વ્યોં ને વિસ્તુલાથી ગ્ડાન્સ્ક અને આગળ પૂર્વી યુરોપ ને મોકલાતા હતાં જે યુરોપ ની ખાદ્ય કડી નો એક મહત્વપૂર્ણ અંગ હતો.
પોલેંડ ની લગભગ ૨૮% ભૂભાગ જંગલોં થી ઢંકાયેલ છે. દેશની લગભગ અડધી જમીન કૃષિ માટે ઉપયોગમાં લેવાય છે.
પોલેંડના કુલ ૨૩ જાતીય ઉદ્યાન ૩,૧૪૫ વર્ગ કિ.મી. (૧,૨૧૪ વર્ગ મીલ) ની સંરક્ષિત જમીન ને ઘેરી છે જે પોલેંડ ના કુલ ભૂભાગ નો ૧% થી અધિક છે. આ દૃષ્ટિ એ પોલેંડ સમગ્ર યુરોપમાં અગ્રણી છે. ફિલહાલ માસુરિયા, કારાકો-ચેસ્તોચોવા માલભૂમિ તથા પૂર્વી બેસ્કિડમાં ત્રણ નવા ઉદ્યાન બનાવવાનો પ્લાન છે.