નૌરુ, પ્રશાંત મહાસાગર માં આવેલો એક ટાપુ દેશ છે, જે વિશ્વના સૌથી નાના દેશો પૈકીનો એક ગણાય છે. પહેલા આ દેશપ્લિઝન્ટ ટાપુ ના નામે ઓલખાતો હતો.યેરેન અહીંનું પાટનગર છે. આ દેશમાં ઓસ્ટ્રેલિયન ડૉલરનું ચલણ છે. આ દેશ ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૮ના રોજ સ્વતંત્ર થયો હતો. નૌરુ પ્રશાંત મહાસાગરના દક્ષિણ ભાગમાં આવેલા ટાપુઓ વડે બનેલો છે, તે માત્ર ૨૧ ચોરસ કિલોમીટર (૮.૧ ચોરસ માઈલ) જેટલો વિસ્તાર ધરાવે છે. અહીંની વસ્તી અગીયાર હજાર જેટલી છે, વેટિકન સીટી પછી સૌથી ઓછી વસ્તી ધરાવતો આ બીજા નંબરનો દેશ છે. વિસ્તારની દ્રષ્ટિએ આ વિશ્વનો ત્રીજો સૌથી નાનો દેશ છે.
આ ટચૂકડા દેશની આર્થિક પરિસ્થિતિનો મદાર દરિયાઈ સજીવસૃષ્ટિ પર રહેલો છે, આ ઉપરાંત જંગલની પેદાશોની નિકાસ કરીને પણ તેમાંથી લોકો આવક પ્રાપ્ત કરે છે.
નૌરુમાં મનુષ્યોનો સૌપ્રથમ પ્રવેશ લગભગ 3000 વર્ષ પહેલા થયો હોવાનું મનાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ નૌરુ પર જર્મન સામ્રાજ્યએ કબજો કર્યો હતો, પરંતુ દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સેનાએ નૌરુ પર અધિકાર જમાવ્યો'તો. વિશ્વયુદ્ધની સમાપ્તી બાદ નૌરુસંયુક્ત રાષ્ટ્રના વાલીપણાં હેઠલ આવ્યુ અને 1968માં પુર્ણ સ્વતંત્રતા હાંસલ કરી.જોન ફર્ન નામને વ્હેલ માછલીનો શિકારી 1798માં નૌરુની ધરતી પર પગ મુકનાર પ્રથમ વિદેશી વ્યક્તિ હતો.