ધોતીયું એ એક પરંપરાગત ભારતીય પરિધાન છે, જે હાલના સમયમાં ગામડામાં તથા લગ્ન-વિવાહ તથા અન્ય અનુષ્ઠાનો વેળાએ જ જોવા મળે છે. ધોતીયું સંપુર્ણહિંદુ સમુદાયમાં એનાં વિભિન્ન નામો તથા પહેરવાની અલગ અલગ રીતના કારણે ઘણો વ્યાપ ધરાવે છે. ઉદાહરણ રૂપે જોતાંતમિલનાડુ અનેબિહારના લોકોની પહેરવાની શૈલી ભિન્ન છે. હિન્દી તથા કેટલીક અન્ય ઉત્તર ભારતીય ભાષાઓમાં એને ધોતી અને તે ઉપરાંત બંગાળીમાં ધુતી (ধুতী), તમિલમાંવેષ્ટી (வேஷ்டீ), મલયાલમમાંમુંણ્ડુ (മുണ്ഡു) તથા તેલુગુમાંપંચા (పంచా) અને કન્નડમાંપંચે (ಪಂಚೇ) પણ કહેવામાં આવે છે. (બંગાળ રાજ્ય છોડીને અન્ય બિનહિંદી ભાષાઓમાં ઉચ્ચાર અશુદ્ધ હોય શકે છે )