સ્પેનિશ સંસ્થાનવાદીઓના આગમન પહેલા ક્યુબામા અમેરિકાના મુળ અદિવાસીઓ વસ્તા હતાં. કોલંબસના અમેરિકાના આગમન બાદ ૧૫૧૧માં સ્પેનિશ લોકોએ અહીં તેનુ સંસ્થાન સ્થાપ્યુ હતુ અને તે સમયે ક્યુબામાં ત્યાંના સ્થાનીક ટાઇનો અદિવાસીઓ, યુરોપિઅન ગોરાઓ અને આફ્રિકાના કાળા ગુલામો વસ્તા હતા. ૧૮૯૮મા ક્યુબાના લોકોએ અમેરિકાની મદદથી સ્પેનિશ સંસ્થાનાદીઓથી મુક્ત કરેલ હતું અને સ્થાનિક લોકોની સરકાર બનાવી હતી. ૧૯૫૯માફિડલ કાસ્ટ્રોની આગેવાની હેઠળ તત્કાલીન શાસક બેટીસ્ટાના શાસનને હઠાવીને સામ્યવાદી એકહથ્થુ શાસન સ્થાપ્યુ હતું જે આજે પણ તેજ પધ્ધતીથી ચાલે છે.
ક્યુબાકેરેબિયન સાગર, મેક્સિકોના ઉપસાગર અનેએટલાન્ટિક મહાસાગરના સંગમ સ્થાને આવેલ છે. તેનીં પશ્ચિમેમેક્સિકોના યુકાટન દ્વિપકલ્પ, ઉત્તરમાં અમેરિકાનું ફ્લોરિડા રાજ્ય અને બહામા, દક્ષિણમાં જમૈકા અને કેયમેન ટાપુઓ આવેલા છે. ક્યુબાનો કુલ વિસ્તાર ૧૦૯,૮૮૪ ચોરસ કિ.મી જેટલો છે. ક્યુબામાં ક્યુબા ઉપરાંત હુવેન્ટેડ ટાપુ (આઇલ ડી લા હુવેન્ટેડ-યુવાનોનો ટાપુ) આવેલ છે. ક્યુબાનુ હવામાન કેરેબિયન પ્રવાહ અને વિષુવવ્રુતની પાસે આવેલ હોવાથી ગરમ રહે છે.નવેમ્બરથી અપ્રિલ માસ દરમ્યાન વાતાવરણ સુકુ હોય છે જ્યારે મે મહિનાથી ઓક્ટોબર સુધી વરસાદની રુતુ હોય છે.
ક્યુબાનું અર્થતંત્ર સમાજવાદી અને સામ્યવાદી પ્રકારનું છે જેમાં સમગ્ર ઉદ્યોગો અને ખેતીવાડી સરકારી અંકુશ હેઠળ છે. કયુબાની મુખ્ય ખેત પેદાશોમા શેરડી,તમાકુ,કોફી,ખાટા ફળો,ચોખા અને બટાટા છે.નિકલ ક્યુબામાંથી મળી આવતુ ખનીજ છે.ખાંડ,સીગરેટ અને પ્રવાસન દેશના મુખ્ય ઉદ્યોગો છે અને તે તેની સિગાર માટે જાણીતુ છે.
કયુબાની વસ્તી ૧૧,૨૧,૧૬૧ છે જે મુખ્યત્વે સ્પેનિશમૂળના ગોરાઓ,આફ્રિકાના મૂળવશંજો અને બંનેના મિશ્રણથી બનેલી મુલાટો પ્રજાની છે. દેશનીમોટા ભાગની પ્રજા ખ્રિસ્તી ધર્મ પાળે છે ઉપરાંત ઇશ્વરમા ન માનવાવાળી પણ ઘણી છે. ક્યુબાની મુખ્ય ભાષા કયુબન છાંટવાળી સ્પેનિશ છે.
↑"Cuban Peso Bills". Central Bank of Cuba. 2015.મૂળ માંથી 26 સપ્ટેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ14 February 2017.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)
↑"National symbols". Government of Cuba.મૂળ માંથી 15 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ7 September 2009.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)