એંગોલા સત્તાવાર નામેએંગોલા પ્રજાસત્તાક, મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો દેશ છે. તે આફ્રિકાનો સાતમો સૌથી મોટો દેશ છે, એંગોલાની દક્ષિણમાં નામિબીઆ, ઉત્તરમાં કોંગોનું ડેમોક્રેટિક રિપબ્લિક, પૂર્વમાં ઝામ્બિયા અને પશ્ચિમમાં એટલાન્ટિક સમુદ્ર છે. એંગોલાની રાજધાની અને સૌથી મોટું શહેર લૌન્ડા છે.
એંગોલાના ભુ-પેટાળમાં વિશાળ ખનિજ ભંડાર અનામતો છે, એંગોલાનું અર્થતંત્ર એ વિશ્વના સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા અર્થતંત્ર પૈકીનું છે, ખાસ કરીને ગૃહ યુદ્ધના અંતથી; જો કે, મોટાભાગની વસ્તીનું જીવનધોરણ ખુબ નીચું છે,[૫] એંગોલાનો આર્થિક વિકાસ અત્યંત અસમાન છે, કારણ કે દેશની મોટા ભાગની સંપત્તિ વસ્તીના પ્રમાણમાં નાના ક્ષેત્રોમાં કેન્દ્રિત છે.[૬]
એંગોલા સંયુક્ત રાષ્ટ્ર સંઘ, ઓપેક, આફ્રિકી સંગઠન, પોર્ટુગીઝ ભાષાના રાષ્ટ્ર સમુદાય અને દક્ષિણ આફ્રિકી વિકાસ સમુદાયનું સભ્ય રાજ્ય છે. એક બહુ જાતિય દેશ, એંગોલાના ૨૫.૮ મિલિયન લોકો આદિવાસી જૂથો, રિવાજો અને પરંપરાઓ ધરાવે છે. એંગોલાની સંસ્કૃતિ પર પોર્ટુગીઝ ભાષા અને કેથોલિક ચર્ચનું ખાસ પ્રભુત્વ છે.
એંગોલા નામ પોર્ટુગિઝ વસાહતી નામરિનો ડી અંગોલા પર થી આવ્યું છે, જેનો પ્રથમુલ્લેખ ડિઆસ ડી' નોવઆઈસ ના ૧૫૭૫ના ચાર્ટરમાં કરાયો હતો.[૭] પોર્ટુગિઝોએઅંગોલા શબ્દ ન્દોન્ગો રાજાઓના રાજશિર્ષક શબ્દન્ગોલા પરથી લીધો હતો.
આધુનિક એંગોલા પહેલાં નોમાડિક ખોઈ અને સાન જાતિના આદીવાસીઓ દ્વારા વસેલું હતું. ખોઈ અને સાન પશુપાલકો કે ખેડુતો નહતા, પરંતુ શિકારીઓ હતા.[૮] તેઓને ઉત્તરથી આવતા બન્ટુ લોકો દ્વારા વિસ્થાપિત કરવામાં આવ્યા હતા,[૯] બન્ટુ લોકોએ એંગોલાની ભુમી પર સૌપ્રથમવાર ખેતી અને પશુપાલનની શરુઆત કરી હતી.[૧૦]
લુઆન્ડામાં ૧૬૫૭માં પોર્ટુગિઝ વહિવટદાર સાથે શાંતિકરાર કરી રહેલી રાણી ન્ઝિન્ગાનું ચિત્ર
પોર્ટુગિઝ સાહસિક ડિઓગો કાઓ વર્ષ ૧૪૮૪માં આ વિસ્તારમાં પહોંચ્યા હતો. પાછલા વર્ષે, પોર્ટુગલેકોંગો સાથે સંબંધો સ્થાપિત કર્યા હતા. પોર્ટુગિઝોએ તેમની પ્રથમ વેપારી કોઠી સોયામાં સ્થાપિત કરી હતી, જે એંગોલાનું ઉત્તરીય શહેર છે.[૧૧] પાઉલો ડિઆસ ડી' નોવઆઈસે ૧૫૭૬ માં સાલો પૌલો ડિ લુઆન્ડા ની સ્થાપના કરી હતી, પોર્ટુગિઝ વસાહતીઓના ૧૦૦ કુટુંબો અને ચારસો સૈનિકો સાથે.[૧૨][૧૩][૧૪]
પોર્ટુગિઝોએ એંગોલન દરિયાકાંઠાની સાથે સાથે અન્ય ઘણી વસાહતો, કિલ્લાઓ અને વેપારી કોઠીની સ્થાપના કરી, મુખ્યત્વે બ્રાઝિલમાં ખેતી માટે અંગોલન ગુલામોનો વેપાર કરવા.[૧૫] સ્થાનિક વેપારીઓ યુરોપમાં ઉત્પાદીત થતા માલના બદલામાં મોટી સંખ્યામાં પોર્ટુગીઝ સામ્રાજ્ય માટે ગુલામો પ્રદાન કરતા હતા. એટલાન્ટિકમાં ગુલામોના વેપારનો આ રસ્તો બ્રાઝિલની સ્વતંત્રતા પછી ચાલુ રહ્યો હતો.[૧૬]
પોર્ટુગિઝો દ્વારા કોંગોના રાજવી પરિવારની હત્યા સમયનું ચિત્ર
↑"Gini Index". World Bank.મૂળ માંથી 9 February 2015 પર સંગ્રહિત.{{cite web}}:Check date values in:|archive-date= (મદદ)
↑"2018 Human Development Report". United Nations Development Programme. 2018.મૂળ માંથી 14 સપ્ટેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ14 September 2018.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)
↑"Life expectancy at birth".World Fact Book. United States Central Intelligence Agency. 2014.મૂળ માંથી 2018-12-26 પર સંગ્રહિત. મેળવેલ2018-09-22.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)
↑Fleisch, Axel (2004). "Angola: Slave Trade, Abolition of". In Shillington, Kevin (સંપાદક).Encyclopedia of African History 3-Volume Set. ખંડ1. Routledge. pp.131–133.ISBN1-57958-245-1.
↑Global Investment and Business Center (1 January 2006).Angola in the Eighteenth Century: Slave trading in the 1700s. Int'l Business Publications. p.153.ISBN0739716069.{{cite book}}:Check date values in:|date= (મદદ);|author= has generic name (મદદ);|work= ignored (મદદ)
↑Collelo, Thomas, સંપાદક (1991).Angola, a Country Study. Area Handbook Series (Thirdઆવૃત્તિ). Washington, D.C.: Department of the Army,American University. pp.14–26.ISBN978-0160308444.
↑Corrado, Jacopo (2008).The Creole Elite and the Rise of Angolan Protonationalism: 1870–1920. Amherst, New York: Cambria Press. pp.11–13.ISBN978-1604975291.
↑Iliffe, John (2007)Africans: the history of a continent. Cambridge University Press. p. 68.ISBN0-521-68297-5. For valuable complements for the 16th and 17th centuries see Beatrix Heintze,Studien zur Geschichte Angolas im 16. und 17. Jahrhundert, Colónia/Alemanha: Köppe, 1996