જર્મન ભાષા દક્ષિણ ટયરોલમાં; ફ્રેંચ ભાષા ઓસ્તા વેલીમાં; સ્લોવેને ભાષા ટ્રિસ્ટે અને ગોરિઝિઆમાં; લેડિન ભાષા દક્ષિણ ટયરોલ,ટ્રેન્ટિનો અને અન્ય ઉત્તર વિસ્તારોમાં; સાર્ડિનિયન ભાષા સાર્ડિનિયામાં અધિકૃત છે.[૫]
૨૦૦૨ પહેલા ઇટાલીયન લિરા. Campione d'Italiaમાં યુરો સ્વિકાર્ય છે પણ અધિકૃત ચલણ સ્વિસ ફ્રાન્ક છે.[૬]
Campione d'Italia પર કોલ કરવા માટે સ્વિસ કોડ +41 જરૂરી છે.
.eu ડોમેઇન પણ વપરાય છે, જે યુરોપિયન યુનિયનના અન્ય દેશો સાથે સહભાગી છે.
ઇટલીની રાજધાનીરોમ પ્રાચીન કાળ થી એક શક્તિ અને પ્રભાવ થી સંપન્નરોમન સામ્રાજ્ય ની રાજધાની રહ્યો છે. ઈસાની આસપાસ અને તે પછી રોમન સામ્રાજ્ય એ ભૂમધ્ય સાગરના ક્ષેત્રમાં પોતાની પ્રભુતા સ્થાપિત કરી હતી જેના કારણે આ સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોમાં આધુનિક યુરોપની આધારશિલા તરીકે મનાય છે. તથા મધ્યપૂર્વ (જેને ભારતીય પરિપ્રેક્ષ્યમાં મધ્ય-પશ્ચ પણ કહી શકાય છે) ના ઇતિહાસમાં પણ રોમન સામ્રાજ્યએ પોતાનો પ્રભાવ પાડ્યો હતો અને તેનાથી પ્રભાવિત પણ થયો હતો. આજના ઇટલીની સંસ્કૃતિ પર યવનોં (ગ્રીક) નો પણ પ્રભાવ પડ્યો છે.
ઇટલીની જનસંખ્યા ૨૦૦૮માં ૫ કરોડ઼ ૯૦ લાખ હતી. દેશનું ક્ષેત્રફળ ૩ લાખ ચો કિલોમીટરની આસપાસ છે. ૧૯૯૧માં અહીં ની સરકાર ના શીર્ષ પદસ્થ અધિકારિઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર નો પર્દાફાશ થયો જેના પછી અહીં ની રાજનૈતિક સત્તા અને પ્રશાસનમાં ઘણાં બદલાવ આવ્યાં છે. રોમ અહીંની રાજધાની છે અને અન્ય પ્રમુખ નગરોમાંવેનિસ,મિલાન ઇત્યાદિ નું નામ લઈ શકાય છે.
ઇટલીની મુખ્ય ભૂમિ ત્રણ તરફ (દક્ષિણ અને સૂર્યપારગમન ની બંને દિશાઓ) થી ભૂમધ્ય સાગર દ્વારા જલાવૃત છે. આ પ્રયદ્વીપને ઇટલીના નામ પર જ ઇટાલિયન (કે ઇતાલવી) પ્રાયદ્વીપ કહે છે. આનું કુલ ક્ષેત્રફલ ૩,૦૧,૦૦૦ વર્ગ કિલોમીટર છે જે મધ્યપર્દેશ ના ક્ષેત્રફલથી થોડું ઓછું છે. દ્વીપોને સહિત આની તટરેખા લગભગ ૭,૬૦૦ કિલોમીટર લાંબી છે. ઉત્તરમાં આકી સીમા ફ્રાંસ (૪૮૮ કિ.મી.), ઑસ્ટ્રિયા (૪૩૦ કિ.મી.), સ્લોવેનિયા (૨૩૨ કિ.મી.) તથા સ્વિટ્જ઼રલેંડ સાથે લાગે છે. વેટિકન સિટી તથા સૈન મરીનો ચારે તરફથી ઇટલીથી ઘેરાયેલ છે.
ઇટલીની આબોહવા મુખ્યતઃ ભૂમધ્યસાગરીય છે પણ આમાં ઘણાં અધિક બદલાવ જોવા મળે છે. ઉદાહરણ માટે ટ્યૂરિન, મિલાન જેવા શહરોની આબોહવા ને મહાદ્વીપીય કે આર્દ્ર મહાદ્વીપીય આબોહવાની શ્રેણીમાં રાખી શકાય છે.
રોમની સ્થાપના સમાજસ્થાપન કાળ સમયની ગણાય છે. તે એટલું જુનૂં છે કે તેને શાસ્વત શહેર કહે છે. રોમનો માને છે કે તે શહેર ઈ.પૂ. ૭૫૩માં સ્થપાયું હતું. આધુનિક ઇતિહાસ કારો તેને ઈ.પૂ. ૬૨૫ ગણાવે છે.
શરૂઆતમાં રોમ પર રાજા રાજ્ય કરતાં. પણ સાત રાજા ના રાજ પછી રોમનોએ સત્તા હસ્તગત કરી લીધી અને રોમ પ્ર પોતે રાજ કર્યું. ત્યાર બાદ સંસદ સ્થપાઈ અને તે રોમ પર સત્તા ચલાવતી. 'રીપબ્લિક' આ શબ્દ પોતે પણ લેટિન (રોમનોની ભાષા) મૂળનો છે જે બે શબ્દ મળીને બન્યું છે 'રેસ પબ્લિકા' અર્થાત 'જન બાબતો' કે 'રાજ બાબતો'. રાજાની નીચેની સંસદ માત્ર સલાહકાર તરીકે કાર્ય કરતી. પણ પછી સેનેટ એક કાઉંસેલ ચુંટતી જે રાજા ની જેમ રોમ પર રાજ કરતો પણ માત્ર એક વર્ષ માટે. આ એક સારી પદ્ધતિ હતી. આને લીધે કાઉંસેલને ભય રહેતો કે જો તે બેલગામ વર્તશે તો એક વર્ષ પછી પદભ્રષ્ટ થશે. રોમમાં ચાર જાતિના લોકો હતાં. સૌથી નીચે ગુલામો. જેના અન્ય લોકો માલિક હતાં તેમને કોઈ હક્કો ન હતાં. બીજો વર્ગ પ્લેબીયંસનો હતો. તેઓ સ્વતંત્ર હતા પણ કાંઈ વગ ન હતી. ત્રીજો વર્ગ ઈક્વીસ્ટ્રીયંસ હતો. તેમન નામનો અર્થ સવાર એવો થતો. કેમકે તેમને જો રોમ માટે લડવા બોલાવાતા તો તેમને ઘોડા અપાતા. ક્વીસ્ટ્રીયંસ હોવું અર્થાત ધનવાન હોવું. સૌથી ઉપર ઉમરાવ હતાં તેમને પેટ્રીસિયંસ કહેવાતા. રોમની ખરેખરી સત્તા તેમની પાસે હતી. રોમન ગણતંત્ર સૌથી સફળ સરકાર હતી જે ઈ.પૂ. ૫૧૦ થી ઈ.સ. ૨૩ લગભગ ૫૦૦ વર્ષ ચાલી. તેની સરખામણીમાં યુ.એસ.એ.ની સરકાર ૧૭૭૬ થી અસ્તિત્વમાં છે ૨૫૦ વર્ષ લગભગ. તેમને સૌથી વધારે ભય કાર્થાજીનીયન્સ તરફથી હતો. કાર્થેજ ઉત્તર આફ્રીકાનું એક શક્તિશાળી શહેર હતું જે રોમની જેમ તે પોતાના રાજ્ય પર નિયંત્રણ રાખતું. આ બંને વચ્ચેની લડાઈ લાંબી ચાલી અને તે જમીન અને દરિયા બંનેમાં લડાઈ. સૌથી મહત્વની ઘટના એ હતી કે કાર્થાજીનીયન રાજા ગનરલ હન્નીબલએ પોતાની સમગ્ર સેના અને હાથીઓ આદિ સાથે આલ્પ્સ પર્વત ઓળંગીને ઉત્તર તરફથી ઈટલી પર હુમલો કર્યો. જોકે અંતમાં ઈ.પૂ. ૧૪૬માં રોમનો જીત્યા અને કાર્થાજીનીયન્સનો પૂરો ખાતમો બોલાવાયો. રોમનો સૌથી પ્રખ્યાત વતની જ્યુલિયસ સીઝર હતો. તે રોમન રાજનૈતિક અને સેનાપતિ હતો જેણે કોઈ હુકમ વિના ફ્રાંસના ગુલાન ક્ષેત્રનો ખૂબ મોટો ભાગ કબ્જે કર્યો. ઈ.પૂ. ૪૯માં સીઝરે તેના ક્ષેત્ર અને ઈટલી વચ્ચે રુબીકોન નામની એક નદી ઓળંગી અને રોમને જીતી લેધું અને તેનો સરમુખત્યાર બની બેઠો. તેની સેના કૂચમાં તે ઈજીપ્ત સુધી ગયો. જ્યાં તે ક્લિઓપેટ્રાને મળ્યો. તેનું સેનેટમાં ખૂન કરાવીને તેને મારી નખાયો. તે એટલો પ્રખ્યાત હતો કે તેના નામ પાછળ મહિનાનું નામ જુલાઈ પડ્યું અને તેના વંશજો પણ તેમ ઓળખાયા. મશહૂર અંગ્રેજી સાહિત્યકાર શેક્સપિયરે તેની હત્યા પર એક નાટક પણ લખ્યું છે.
↑"2018 Human Development Report". United Nations Development Programme. 2018.મૂળ માંથી 14 સપ્ટેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ14 September 2018.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)
↑"Legge Regionale 15 ottobre 1997, n. 26". Regione autonoma della Sardegna – Regione Autònoma de Sardigna.મૂળ માંથી 2021-02-26 પર સંગ્રહિત. મેળવેલ2019-02-10.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)
↑"Comune di Campione d'Italia". Comune.campione-d-italia.co.it. 14 July 2010. મૂળસંગ્રહિત માંથી 30 April 2011 પર સંગ્રહિત. મેળવેલ30 October 2010.{{cite web}}:Check date values in:|access-date=,|date=, and|archive-date= (મદદ)