મિસર અથવા ઇજિપ્તઉત્તર આફ્રિકા સ્થિત એક દેશ છે. તેનું અધિકૃત નામ છે, મિસરનું આરબ ગણરાજ્ય (જમ્હુરિય્યત મિસ્ર અલ-અર્બિય્યાહ). આ દેશનું પાટનગરકૈરો શહેર ખાતે આવેલું છે, આ ઉપરાંત ઇજિપ્તનાં અન્ય મહત્વનાં શહેરોમાં એલેકઝાંડ્રીયા, ગિઝા, સુએઝ, લુકસર, સુબ્રા એ ખેરિમા વગેરેનો સમાવેશ થાય છે. મિસરનું કુલ ક્ષેત્રફળ લગભગ ૧૦,૧૦,૧૦૦ ચોરસ કિ.મી. જેટલું છે.
ઉત્તર આફ્રિકામાં આવેલા ઇજિપ્તની ઉત્તર દિશામાં ભૂમધ્ય સાગર, ઉત્તર-પૂર્વ દિશામાં ગાઝાપટ્ટી અને ઇઝરાયેલ, પૂર્વ દિશામાં રાતો સમુદ્ર, પશ્ચિમ દિશામાં લીબિયા અને દક્ષિણ દિશામાંસુદાન દેશ આવેલ છે. દુનિયાની સૌથી લાંબીનાઈલ નદી ઇજિપ્તની જીવાદોરી સમાન છે. દેશનો મોટો ભાગ નાઇલના ૪૦ હજાર ચોરસ કિલોમીટર જેટલા ડેલ્ટા વિસ્તારમાં જ વિકસ્યો છે, જ્યારે બાકીમો મોટા ભાગનો વિસ્તાર બળબળતો રણપ્રદેશ હોવાથી માનવ વસાહત સાવ પાંખી છે. આ દેશની અડધા ભાગની વસ્તી કેરો અને એલેકઝાંડ્રીયા જેવાં મોટાં શહેરોમાં આવીને વસી હોવાથી ગામડાં ઓછા જોવા મળે છે.
આ દેશમાં પેટ્રોલિયમ, કુદરતી ગેસ,લોખંડ, ફોસ્ફેટ, ચૂનાના પથ્થરો, જિપ્સમ જેવાં ખનિજો ભૂતળમાંથી સારા એવા પ્રમાણમાં મળી આવે છે. નાઇલ નદીના વિસ્તારમાં કપાસ, ડાંગર અને મકાઈનો પાક લેવામાં આવે છે. રૂઢિચુસ્ત ગણાતા ઇજિપ્તના અર્થતંત્રમાં આર્થિક સુધારણા અને વિદેશી મૂડીરોકાણ પછી મોટા ફેરફારો થયા છે, પરંતુ બે ટકાના દરે વધી રહેલો પ્રચંડ વસ્તીવધારો, બેકારી, ભાવવધારો, ડામાડોળ રાજકીય પરિસ્થિતિ વગેરે અહીંની મુખ્ય સમસ્યાઓ છે. ૨૦ ટકા કરતાં વધારે વસ્તી ગરીબીરેખાની નીચે જીવે છે. ફુગાવાનો દર ૧૩.૩ ટકા કરતાં પણ વધુ ઊંચો છે.
આ ઐતિહાસિક દેશમાં પ્રાચીન સ્થાપત્યો જેમાં ખાસ કરીનેપિરામીડ આવેલા છે, જે જોવાલાયક છે. આ પિરામીડને કારણે અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવે છે.
By Nile and Tigris – a narrative of journeys in Egypt and Mesopotamia on behalf of the British museum between 1886 and 1913, bySir E. A. Wallis Budge, 1920 (DjVu andlayered PDF formats)